Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જાડા લોકો માટે કોરોનાનુ જોખમ ડબલ : ૨૮ દિવસ કોરેન્ટાઈન થવુ જરૂરી

ઈટાલી, તા. ૧૩ :. દુનિયાભરના વૈજ્ઞાનિકો અને મહામારીના તજજ્ઞો રોગના દુષ્પ્રભાવો અને તેની તિવ્રતા વિશે રોજબરોજ નવા નવા સંશોધનો કરી રહ્યા છે. ઈટલીના સાયન્ટીફીક ઈન્સ્ટીટયુટ ફોર રીસર્ચના હોસ્પીટલાઈઝેશન અને હેલ્થ કેરના ડોકટરો દ્વારા થયેલી શોધમાં જાડાપણા કોવિડ-૧૯ વચ્ચેના સંબંધો અંગે નવો ખુલાસો થયો છે. શોધમાં સપાટી પર આવ્યુ છે કે કોરોના વાયરસમાં જાડા લોકોએ વધુ સાવધાની રાખવી જોઈએ. જાડા લોકો માટે કોરોનાનું જોખમ બે ગણુ વધી જાય છે. જાડા લોકોએ સામાન્ય વજનના લોકોથી કોરેન્ટાઈનમાં વધુ દિવસો રહેવુ જોઈએ. એટલે કે જો શંકાસ્પદ લક્ષણ દેખાય તો ૧૪ના બદલે ૨૮ દિવસ જાડા લોકોએ કોરેન્ટાઈન રહેવુ જોઈએ તેવુ આ સંશોધનમાં દર્શાવાયુ છે. સામાન્ય લોકો કરતા જાડા લોકોમાં ઈન્ફલુએન્જા જેવા વાયરસ વધુ સમય મોજુદ રહે છે.

(2:55 pm IST)