Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કેન્યામાં હાલમાં ફેમસ થઇ ગઇ છે કોરોના વાઇરસ જેવી હેરસ્ટાઇલ

લંડન તા. ૧૩: આફ્રિકાના દેશ કેન્યાની સૌથી મોટી કાઇબેરિયા ઝૂંપડપટ્ટીમાં કોરોના વાઇરસ પ્રેરિત હેરસ્ટાઇલ અત્યંત લોકપ્રિય છે. રોગચાળામાં ઘરાકી ઘટતાં કાઇબેરિયાના હેરસ્ટાઇલિસ્ટોએ નવું ગતકડું શોધી કાઢયું છે. એ લોકોએ નવરાશમાં સંશોધન કરીને સ્પાઇકી લુકસ ધરાવતી કોરોના હેરસ્ટાઇલ તૈયાર કરી અને એ હિટ થઇ ગઇ છે. કોરોના વાઇરસ માઇક્રોસ્કોપ નીચે જેવો દેખાય છે, એ આકાર અને દેખાવની હેરસ્ટાઇલ નોર્મલ રેટથી ઓછા ભાવમાં કરી આપે છે. અન્ય હેરસ્ટાઈલસ માટે રપ૦ થી ૪૦૦ રૂપિયા જેટલા સ્થાનિક ચલણ-શિલિંગ્સના ભાવ આપવા પડે છે, પરંતુ કાઇબેરિયાના વાળંદો કોરોના હેરસ્ટાઇલ માંડ ૩પ થી ૪૦ રૂપિયાની આસપાસના ભાવે કરી આપે છે. નોર્મલ હેરકટ કરતાં કોરોના હેરસ્ટાઇલના ઘરાકો વધી ગયા છે, કારણ કે કાઇબેરિયાના ઝૂંપડાવાસીઓને મોંઘી હેરસ્ટાઇલ્સ પરવડતી નથી. વળી એ હેરસ્ટાઇલ કોરોના વાઇરસના રોગચાળા વિશે લોકજાગૃતિમાં પણ મદદરૂપ થાય છે.

(11:34 am IST)