Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સદાવ્રતનો ઝગમગાટ છે આ

વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા હાલમાં વિશ્વના સૌથી ઊંચા ડોનેશન બોકસમાં કન્વર્ટ થઇ છે. કોરોના વાઇરસને કારણે બધું બંધ છે ત્યારે લોક-ઇન્કમ ગ્રુપના લોકોને રોજનું ભોજન પુરૃં પાડવામાં આવે છે. દુબઇએ એક કરોડ ફ્રી મીલ વહેંચવાનો ટાર્ગેટ રાખ્યો છે. લો-ઇન્કમ ગ્રુપના કામગારોને ફ્રી ભોજન પુરૃં પાડવામાં આવે છે અને એ ફ્રી ભોજનની સાથે બુર્જ ખલીફા પર એક લાઇટ જલાવવામાં આવે છે. ગઇકાલ સુધીમાં ૧.ર મિલ્યન એટલે કે લગભગ બાર લાખ ફ્રી-મીલ્સ વહેંચાયા હતા. સામાજિક રીતે જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા માટે અમીરો આગળ આવે એ માટે ચોકકસ માઇલસ્ટોન વખતે બુર્જ ખલીફા પર આવો ઝગમગાટ કરવામાં આવે છે.

(11:33 am IST)