Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જાણો વિજ્ઞાન શું કહે છે

જમ્યા પછી ઉંઘ કેમ આવે છે?

જમ્યા પછી મોટા ભાગના લોકોને ઉંઘ આવતી હોય છે અને તે ફકત માનવોમાં જ નહીં ઉંદર, સાપ જેવા જીવજંતુઓમાં પણ જોવા મળે છે. રીસર્ચરો તેને 'પોસ્ટપ્રાન્ડીઅલ સ્લીપનેસ અથવા ફુડ કોમા તરીકે ઓળખાવે છે.

ફલોરીડાની સ્ક્રીપ રીસર્ચ ઇન્સ્ટીટયુટના ન્યુરો સાયન્સની એસોસિયેટ પ્રોફેસર વિલિયમજા જેમણે ફુડ કોમાં અંગે અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે ઘણી બધી પ્રજાતિઓમાં આ વતર્ણુક જોવા મળે છે, જેનો મતલબ છે કે તેમાં કંઇક અગત્યની બાબત છે.

ઘણા નિષ્ણાતો માને છે કે પ્રાણીઓ (જેમાં માનવ પણ સામેલ છે)માં એક સીંગ્નલ પેદા થાય છે જે તેમને ભૂખનો અહેસાસ કરાવે છ. આ સીગ્નલો તેમને ખોરાક શોધવા અને મેળવવામાં મદદ કરે છે. જયારે પ્રાણીઓ (માનવ સહિતના) વધારે પડતું ખાઇ લે છે ત્યારે આ સીગ્નલો દુર થઇ જાય છે અને તેને બદલે થાકનો અનુભવ થાય છે.

બીજા કેટલાક નિષ્ણાતો એવી પણ થીયરી આપે છે કે જમ્યા પછી રકતપ્રવાહ નાટકીય રીતે નાના આંતરડા તરફ વધી જાય છે. જાપાનની કયોરીયન યુનિવર્સિટીના હેલ્થ સાયન્સના પ્રોફેસર ટોમોનોરી કીશીનો કહે છે કે જયારે લોહીનો પ્રવાહ પાચનક્રિયા તરફ વધે છે ત્યારે મગજ તરફ જતો રકતપ્રવાહ ઘટે છે જેના  કારણે આપણને ઉંઘની અનુભુતિ થાય છે.

પહેલાના કેટલાક અભ્યાસોમાં એવી માન્યતા દર્શાવાઇ હતી કે મગજના રકતપ્રવાહમાં જમ્યા પછી કંઇ ફેરફાર નથી થતો. પણ કિશીનોના તાજેતરના અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકો સવારનો નાસ્તો નથી કરતા તેમને બપોરે જમ્યા પછી રકતપ્રવાહમાં ફેરફાર જોવા મળે છે. તેનું કહેેવું છે કે નાસ્તો કર્યા વગર બપોરે જમવાથી શરીર પર વધારે બોજ આવે છે. જેના કારણે રકતપ્રવાહમાં ફેરફાર થાય છે અને તેના લીધે ઉંઘ આવે છે. વૈજ્ઞાનિકો આ અંગે હજુ પણ સંશોધન કરી રહ્યા છે. હવે તેમણે આના માટે કઇ કઇ બાબતો જવાબદાર છે તે અંગે કાર્ય શરૂ કર્યુ છે.

પ્રોફેસર જા ના અભ્યાસ અનુસાર ભોજનનું કદ જમ્યા પછીની ઉંઘ માટેનું મુખ્ય પરિબળ છે. તે ઉપરાંત ભોજનમાં લેવામાં આવેલ નમક અને પ્રોટીન પણ મહત્વનો ભાગ ભજવે છે.

ટ્રક ડ્રાઇવરો પર ૨૦૧૮માં કરવામાં આવેલા એક નાનકડા અભ્યાસમાં જાણવા મળ્યુ હતું કે જે લોકો પોતાના ભોજનમાં વધુ શાકભાજી અને ઓલીવ ઓઇલ અને ડેરી પ્રોડકટ માંસ, ફાસ્ટ ફુડ અને ઠંડા પીણા લેતા લોકો કરતા ઓછી ઉંઘ આવતી હતી. એવું બ્રાઝીલની સાઓ પાઓલો સ્કૂલ ઓફ પબ્લીક હેલ્થના ફેકલ્ટી રીસર્ચર અને અભ્યાસના એક લેખીકા કલોડીઆ મોરેનોનું કહેવું છે. તેમના અભ્યાસનું તારણ છે કે વધારે ચરબી અથવા કાર્બોહાઇડ્રેટવાળો ખોરાક શરીરની ઉંઘ માટેની ઘડીયાળને બગાડીને ઉંઘના સંકેતો આપે છે.

(ટાઇમ્સ હેલ્થમાંથી આભાર)

(3:41 pm IST)