Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ડિલિવરીમાં મા મરી ગઇ, પણ પાંચ મહિના પછી દીકરાની તસ્વીરોમાં તેના પડછાયા દેખાયા

કોઈ મૃત વ્યકિત તસવીરમાં દેખાય તો તે ભૂત જ હોય એવું જરૂરી નથી. મલેશિયામાં રહેતી એડલિન નેલ્ડા નામની મહિલા બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામી હતી. જોકે બાળક પાંચ મહિનાનું થયું ત્યારે તેના બાળક સાથે ફેમિલી-ફોટોશૂટમાં એડલિન જોવા મળી હતી. આ કારીગરી કરી હતી તેની ફોટોગ્રાફર ઝારા હલીનાએ. વાત એમ હતી કે એડલિન ચોથી વાર પ્રેગ્નન્ટ હતી. આ વખતે તે એટલી એકસાઇટેડ હતી કે નવજાત શિશુ સાથે ફોટોશૂટ કરવાની અપોઇન્ટમેન્ટ પણ નક્કી કરી લીધેલી. જોકે નસીબ એટલું ખરાબ કે એડલિન ડિલિવરી દરમ્યાન કોમ્પ્લિકેશન થતાં મૃત્યુ પામી. ચાર બાળકો સાથે હવે તેનો પતિ એકલો પડી ગયેલો, પરંતુ તેને એક વાતનું દુઃખ રહ્યા કરતું હતું કે એડલિનની ચોથા બાળક સાથે ફોટોશૂટ કરવાની ઇચ્છા અધૂરી રહી ગઈ.

ઝારાએ પણ જયારે અપોઇન્ટમેન્ટના દિવસે જાણ્યું કે તેને ફોટોગ્રાફીનો કોન્ટ્રેકટ આપનાર તો મૃત્યુ પામી છે ત્યારે તે પણ બહુ દુખી થઈ. ઝારાએ વચલો રસ્તો કાઢ્યો. ભલે ચોથા બાળકને તેની મા જોવા નહોતી મળી, પણ તે મોટું થાય એ પછી તસવીરોમાં તો તેને સાથે જોઈ શકે એવું કંઈક કરવું જોઈએ. તેણે ચાર સંતાનોનું પિતા સાથેનું ફોટોશૂટ કર્યું અને એ દરેક તસવીરોમાં તેમની મમ્મી એડલિનના ઝાંખા પડછાયાને ફોટોશૂટ કરીને ગોઠવી દીધા.

(3:39 pm IST)