Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

એમ્બ્રોઇડરી જેવું લાગે એવાં ટેટૂ બનાવે છે બ્રાઝિલનો આર્ટિસ્ટ

બ્રાઝિલના સાઓ પાઓલોમાં રહેતો એડ્યુઅર્ડો લઝાનો નામનો ટેટૂ-આર્ટિસ્ટ આમ તો ૨૦૦૨ની સાલથી ટેટૂ-સ્ટુડિયો ચલાવે છે અને સ્થાનિકોમાં ખાસ્સો ફેમસ પણ છે. જોકે હજી ત્રણ-ચાર મહિના પહેલાં જ એડ્યુઅર્ડોભાઈએ એક નવી ટેકિનક શોધી કાઢી છે. એનાથી ટેટૂ જાણે એમ્બ્રોઇડરી કરી હોય એવું લાગે છે. જાણે કાપડ પર દોરાની કોમ્પ્લેકસ ગૂંથણી કરીને ઊપસી આવ્યું હોય એવાં થ્રી-ડાયમેન્શનલ ટેટૂ આ ભાઈ ચીતરે છે. તે દોરાથી ખાસ પ્રકારના ટાંકા લઈને એવી ડિઝાઇન તૈયાર કરે છે જાણે કાપડનો પેચ ઊપસી આવ્યો હોય. એડ્યુઅર્ડોભાઈની આ નવી શોધ સોશ્યલ મીડિયા પર જબરી ફેમસ થઈ છે.

(3:38 pm IST)