Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

૨૬૨૪ વર્ષ જૂનું વૃક્ષ મળી આવ્યું

ન્યુયોર્ક, તા.૧૩: અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક સાયપ્રસનું વૃક્ષ ગયા વર્ષે મળી આવ્યું હતું. જિયોલોજિસ્ટનેએ વૃક્ષ સદીઓ જૂનૂં હોય એવું લાગતાં તેમણે વૃક્ષની ઉંમરની તપાસ કરવાનું શરૂ કર્યું હતું. આ વૃક્ષે અનેક દુકાળ અને અનેક પૂર જોયાં હશે એવું વનસ્પતિશાસ્ત્રીઓનું માનવું છે. આ વૃક્ષ ઘણાંબધાં સાયપ્રસ વૃક્ષો અને સાગના ઝાડની વચ્ચે ઊગેલું છે. સાયન્ટિસ્ટોએ વૃક્ષ ફરતેની રિંગ અને કાર્બન ડેટિંગ દ્વારાએ ૨૬૨૪ વર્ષ જૂનું હોવાનું અનુમાન બાંધ્યું છે. નોર્થ કેરોલિનાની કાળી નદીના પટમાં આવેલાં આ વૃક્ષોને જાળવવા માટે અનેક વર્ષોથી જિયોલોજિસ્ટો મથી રહ્યા છે. અહીં બીજાં પણ દુર્લભ વૃક્ષો હોવાની સંભાવના છે.

(3:38 pm IST)