Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સાઉથ ચાઈના સી વિસ્તારમાં એકઠા થયા અમેરિકા-ચીનના યુદ્ધ જહાજો

નવી દિલ્હી: પ્રથમવાર અમેરિકા અને ચીનના કદાવર યુદ્ધ જહાજો સાઉથ ચાઈના સી વિસ્તારમાં એકઠા થયા છે. ચીને પોતાનું વિમાનવાહક જહાજ (એરક્રાફ્ટ કેરિયર) લિઆઓનિંગ પ્રથવાર પાણીમાં ઉતાર્યું છે. આ ચીનનું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર જહાજ છે. બીજી તરફ અમેરિકી નૌકા કાફલામાં યુએસએસ થિઓડોર રૂઝવેલ્ટ નામનું કદાવર યુદ્ધજહાજ અને અન્ય જહાજો શામેલ છે. અમેરિકા અને ફિલિપાઈન્સ વચ્ચે સોમવારે અહીં લશ્કરી કવાયત આરંભાઈ છે. ચીની લશ્કરે ફિલિપાઈન્સના જળ વિસ્તારમાં અડીંગો જમાવ્યો છે. માટે ચીનને ધમકાવવા અમેરિકાએ આ પગલું ભર્યાનું જણાય છે. પરંતુ બન્ને દેશના યુદ્ધ જહાજો નજદીકી વિસ્તારમાં આવવાથી પાણીમાં આગ લાગે એવા સંજોગો ઉભા થયા છે. અમેરિકી યુદ્ધજહાજ પર સંખ્યાબંધ ઘાતક બોમ્બર વિમાનો એફ-૩૫ પણ છે. હેલિકોપ્ટર અને લશ્કરી સામગ્રી તો ખરી જ. ચીને પોતાના જહાજનું લોકેશન જાહેર કર્યું ન હતું, પણ સેટેલાઈટ ઈમેજમાં બન્ને જહાજો દેખાઈ રહ્યા છે. એત્યારે તેઓ એકબીજાથી દૂર હોવા છતાં દરિયામાં તો નજીક કહી શકાય એટલા અંતરે જ છે.

(6:03 pm IST)