Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અમેરિકાના વૈજ્ઞાનિકોએ બનાવી અનોખી ચિપ:કોરોના થતા પહેલા જ થઇ જશે ખબર

નવી દિલ્હી: કોરોનાનાં વધતા જતા કહેરની વચ્ચે, અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ એક માઇક્રોચીપ બનાવી છે, જે સંકેતોની શરૂઆત થાય તે પહેલા જ સંક્રમણની પોલ ખોલી દેશે. આટલું જ નહીં, ચીપમાં લાગેલા માઇક્રો-ફિલ્ટર ડાયાલિસિસ મશીન દ્વારા વાયરસનાં અપૂર્ણાંકને ફિલ્ટર કરી નાશ કરશે.

પેન્ટાગોનનાં વૈજ્ઞાનિકોએ એક માઇક્રોચિપ બનાવી છે જે કોરોનાવાયરસનાં લક્ષણ દેખાય તે પહેલા જ તેને શોધી કાઠે છે. કહેવાનો અર્થ એ છે કે આ ચીપ સંબંધિત વ્યક્તિને અગાઉથી ચેતવણી આપશે કે કોરોના સંક્રમણ લાગી શકે છે. આ ચીપ ચામડીની અંદર ફીટ કરવામાં આવશે, તે પછી તે વાયરસને શોધી કાઠવામાં અને કોરોના ચેપને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ માઇક્રોચીપ કોરોના વાયરસનાં વધતા જતા પ્રકોપને નિયંત્રિત કરી શકે છે. કોરોનાનાં સૌથી સામાન્ય લક્ષણો એ છે કે ઉધરસ, તાવ અને સ્વાદ અને ગંધનું અદ્રશ્ય થિ જવુ, પરંતુ આ ઉપરાંત, માથાનો દુખાવો અને થાક જેવા લક્ષણો પણ કોરોના હોઈ શકે છે. ઘણા લોકોમાં, કોઈ લક્ષણ દેખાતા નથી છતા તે શખ્સમાં કોરોના થયેલો હોય તેવુ સામે આવે છે. એક રિપોર્ટ મુજબ, અમરિકાની સંરક્ષણ અદ્યતન સંશોધન પ્રોજેક્ટ્સ એજન્સી (ડીએઆરપીએ) એ દાવો કરે છે કે આ ડિવાઇસ લોકોને અજાણતાં વાયરસ ફેલાવવાથી રોકી શકે છે. યુએસ આર્મીનાં સંક્રમણ રોગનાં ડોક્ટર મૈટ હેપબર્ને જણાવ્યું હતું કે, આ ડિવાઇસ ટિશ્યૂ જેવી જૈલ છે, જે શરીરમાં ફીટ થયા પછી તમારા લોહીને સતત ટેસેટ કરતુ રહેશે.

(6:00 pm IST)