Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

૨૮ વર્ષની મહિલાને સૂર્યકિરણથી ૨૮ વાર કેન્સરનું નિદાન થયું છે

૧૦ લાખમાં એકને આવી બીમારી થાય છે

લંડન તા. ૧૩ : એન્ડ્રિયા ઇવોન મનરો નામની મહિલા આખો દિવસ ઘરમાં જ બેસી રહે છે. વહેલી સવારનો કૂણો તડકો લેવા કે સાંજે પણ તે બહાર આવતી નથી. ૨૮ વર્ષની આ મહિલાની શરીરની ચામડી સૂર્યનો પ્રકાશ સહન નથી કરી શકતી. કેલિફોર્નિયામાં રહેતી આ મહિલા નાની હતી ત્યારથી તેને કુલ ૨૮ વખત સ્કિન-કેન્સર થઈ ચૂકયું છે.

માત્ર ૨૩ વર્ષની વયે જ તેને મેનોપોઝ પણ આવી ગયું હતું. તે ઝડપથી વૃદ્ઘ થઈ રહી છે. આ બીમારીને ઝેરોડોરમા પિગમેન્ટોસમ કહેવામાં આવે છે. ૧૦ લાખમાં એકને આવી બીમારી થાય છે. તેને ચામડીનું કેન્સર થવાની ઘણી શકયતા રહે છે. જોકે તેણે આ સ્થિતને હવે સ્વીકારી લીધી છે. આ રોગ ધરાવતા લોકો સાંભળવાની શકિત પણ બહુ ઝડપથી ગુમાવી દે છે તેમ જ તેમનું સરેરાશ જીવન માત્ર ૩૭ વર્ષનું જ હોય છે.

જોકે એન્ડ્રિયા પોતાનો આ રોગ વધુ ન વકરે એની કાળજી લે છે. તે આખો દિવસ ઘરમાં જ બેસી રહે છે અને રાતે જ ઘરની બહાર નીકળે છે. જો કોઈ દિવસ ડોકટરને મળવા માટે બહાર જવાનું હોય તો સૂર્યના તડકાથી બચી શકાય એવાં કપડાં પહેરે છે. છેલ્લે તેને ઓકટોબર ૨૦૨૦માં કેન્સર થયું હતું, જેમાંથી બચવા માટે તેની ઘણી સર્જરી પણ કરવામાં આવી હતી.

(3:00 pm IST)