Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

રૂબી રોમન ગ્રેપ્સ વિશ્વની સૌથી મોંઘી દ્રાક્ષઃ એક કિલોના પ૦ લાખ રૂપિયા

નવી દિલ્હી: સામાન્ય રીતે ડોક્ટરો સલાહ આપે છે કે ફળ ખાવા એ સ્વાસ્થ્ય માટે સારી બાબત છે. કારણ કે  તે શરીરને ફાયદો પહોંચાડે છે. આ સાથે જ જે લોકો ફળ ખાવા નથી ઈચ્છતા કે તેને કોઈ કારણસર પસંદ નથી કરતા તેમને ફળોનો જ્યુસ પીવાની સલાહ અપાય છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યાં ભારતમાં કેટલાક ફળો સરળતાથી 40થી 50 રૂપિયે કિલો મળી જાય છે ત્યાં દુનિયામાં એવા પણ અનેક ફળો છે જેમની કિંમત લાખોમાં છે. ચાલો જાણીએ તે ફળો વશે.

પહેલા જાણીએ રૂબી રોમન  ગ્રેપ્સ (Ruby Roman Grapes) અંગે. હકીકતમાં આ એક પ્રકારની દ્રાક્ષ જ છે. પરંતુ તે વિશ્વની સૌથી મોંઘી દ્રાક્ષ કહેવાય છે. એક કિલો દ્રાક્ષની કિંમત 50 લાખ રૂપિયા જેટલી હોય છે. તેને ટેબલ ગ્રેપ્સ (Table Grapes) પણ કહે છે. ત્યારબાદ વાત  કરીએ ડેકોપોન સીટર્સની. તમને આ નામ સાંભળીને નવાઈ લાગશે રંતુ આ એક પ્રકારની નારંગી છે (Orange) જેને દુનિયાનું સૌથી મીઠુ અને સ્વાદિષ્ટ સંતરું કહેવાય છે.  એક ડઝન નારંગી ખરીદવા માટે તમારે 1000 રૂપિયા તૈયાર રાખવા પડે.

સેકાઈ ઈચી એપ્પલ કે જે જાપાનમાં મળતા સફરજનની સૌથી મોટી જાતિ છે. તે જોવામાં ખુબ મોટા હોય છે અને તેનું વજન એક કિલો જેટલું હોઈ શકે છે. કિંમતની વાત કરીએ તો આ સફરજનની કિંમત 1300થી 1400 રૂપિયા સુધી હોય છે. આવું જ મોંઘું એક બીજું ફળ છે સ્ક્વેર તરબૂચ. ભારતમાં મોટાભાગે ગોળ તરબૂચ જોવા મળે છે. પરંતુ જાપાનમાં સ્ક્વેર તરબૂચ હોય છે. તેને હ્રદય શેપમાં તૈયાર કરાય છે. તેની કિંમત 50,000 રૂપિયાથી પણ વધુ હોય છે.

(4:29 pm IST)