Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કોમ્પ્યુટર પર કામ કરનારાઓને થાય છે ''ટેનીસ એલ્બો'': અઠવાડિયામાં ૧૦ કલાકથી વધારે ટાઇપીંગ જોખમકારક

આ બિમારીના ૪૦ ટકા દર્દીઓ કોમ્પ્યુટર પર કરે છે ટાઇપીંગ

નવી દિલ્હી તા.૧૩: કોમ્પ્યુટર અને લેપટોપ પર સતત કામ કરનારા લોકોમાં ટેનીસ એલ્બો નામનો રોગ વધી રહ્યો છે. એમ્સ આવનારા આ બિમારના ૪૦ દર્દી એવા છે  જે કોમ્પ્યુટર પર લાંબા સમય સુધી ટાઇપીંગનું કામ કરે છે.

એમ્સના હાડકાના વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોકટર વિવેક શંકર કહે છે કે જે લોકો અઠવાડિયામાં ૧૦ કલાકથી વધારે કોમ્પ્યુટર અથવા લેપટોપ પર ટાઇપીંગનું કામ કરે છે તેમનામાં આ રોગ ઝડપભેર વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ખાનગી કંપનીમાં કામ કરતાં અરૂણ આનાથી એટલી હદે અસરગ્રસ્ત થઇ ગયા છે કે તેમને બ્રશ કરવા અથવા વાળ ઓળવામાં પણ આખા હાથમાં દુખાવો થાય છે. તે ટાઇપીંગનું કામ કરે છે અને અઠવાડિયામાં ૨૦ કલાકથી વધારે ટાઇપીંગ કરે છે.

ડોકટર વિવેક શંકર અનુસાર કોણી નીચે રાખીને અને કી બોર્ડ પર લાંબા સમય સુધી ટાઇપ કરવાથી અથવા માઉસ ચલાવવાથી માંસપેશીઓને હાડકા સાથેે જોડનારા ભાગ ''ટેંડન''માં હળવો પ્રહાર થાય છે. જો તે સતત થતું રહે તો ''રીપીટેટીવ સ્ટ્રેસ ઇન્જરી''ના કારણે ટેંડન ઓગળવા લાગે છે. ટેનિસ એલ્બોનો દુખાવો અચાનક નથી વધતો પણ તે ધીરે ધીરે વધે છે. શરૂઆતમાં ફકત કોણીમાં દર્દ થાય. ધીરે ધીરે આખા હાથમાં દુખાવો થવા લાગે છે.

ડોકટર વિવેક શંકર અનુસાર, ઓપીડીમાં રોજના પાંચથી આઠ દર્દીઓ એવા આવી રહ્યા છે જેમને મોબાઇલનો સતત ઉપયોગ કરવાના કારણે અંગુઠા એન ગરદનમાં દુખાવાની ફરિયાદ હોય છે. એક સ્થિતિમાં બેસીને ફોન વાપરવાથી સ્પોન્ડી લાઇટીસની તકલીફ પણ થઇ રહી છે.

(3:51 pm IST)