Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

અફઘાનિસ્તાનના 11 પોલીસકર્મીને આંતકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: તાલિબાન આંતકવાદીએ અફઘાનિસ્તાનના એક ચોકી પર હુમલો કરીને 11 પોલીસકર્મીને મોતને ઘાટ ઉતાર્યા છે. આંતકવાદીએ ચોકી બાજુ જવાના રસ્તા પર બૉમ્બ રાખીને ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનામાં ચાર પોલીસકર્મીને ઇજા પહોંચી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:50 pm IST)