Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

ઝડપથી ફેલાઈ રહેલ કોરોનાના કારણોસર બાંગ્લાદેશે ભારત આવતી ફ્લાઇટ રદ કરી

નવી દિલ્હી:ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસના કારણોસર બાંગ્લાદેશે ભારત આવતી બધી જ ફ્લાઇટો રદ કરી દીધી છે ધ નેશનલ ફ્લેગ કેરિયર,વિમાન બાંગ્લાદેશ એરલાઈંસ,યુએસ-બાંગ્લા એરલાઇન,રિજેટ એરવેજ, અને નોવોએરે ભારત જનાર બધી જ ફ્લાઇટ રદ કરી દીધી છે.

વિમાન બાંગ્લાદેશ એરલાઈંસના મેનેજીંગ ડાયરેક્ટર મહોમ્મ્દ મોકાબ્બીર હોંસેને  આપેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે તેમને ભારત જનાર બધી જ ફ્લાઇટને શનિવારથી રદ  કરવાનો નિર્ણય લીધો છે તેમજ ભારતમાં ફસાયેલ પોતાના યાત્રીઓને પરત લાવવા માટે નવી દિલ્હીના એક વિશેષ ફ્લાઇટ સંચાલનનું આયોજન કરવામાં આવશે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(5:52 pm IST)