Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

અમેરિકાએ ઇરાકમાં ઈરાન સમર્થિત વિદ્રોહીઓ પર કર્યો હવાઈ હુમલો

નવી દિલ્હી:અમેરિકાએ ગુરુવારના રોજ ઇરાકમાં ઈરાન સમર્થિત વિદ્રોહીઓની જગ્યા પર હવાઈ હુમલો કર્યો છે આ હુમલામાં શિયા વિદ્રોહીઓના પાંચ હથિયાર ભંડારોને નિશાન બનાવવામાં આવ્યું હતું તેનાથી ઈરાકી સેનાએ તેની નિંદા કરતા જણાવ્યું છે કે આ હુમલામાં 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 12ને ઇજા પહોંચી છે. આશંકા જણાઈ રહી છે કે આ વિદ્રોહીઓએ એક  દિવસ પહેલા ઇરાકની રાજધાની બગદાદ નજીક એક સૈન્ય જગ્યા પર 18 રોકેટ છોડ્યા હતા.

અમેરિકી અધિકારીઓએ શુક્રવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇરાકમાં અમેરિકી લડાકુ વિમાનોએ પાંચ સ્થાનો અને મુખ્ય રૂપથી કતાઈબ હિજબુલ્લાના હથિયારની જગ્યાને નિશાન બનાવીને વધારે હુમલા બગદાદના નજીકના વિસ્તારમાં કર્યા હતા. અધિકારીઓએ આ હુમલામાં લગભગ 50 વિદ્રોહીઓને મોતનેઘાટ ઉતાર્યા હોવાની આશંકા જણાઈ રહી છે. 

(5:51 pm IST)