Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

એક મહિલાના બે પતિ : ગર્ભવતી થઇ તો બંને પતિઓને કર્યો વિચિત્ર સોદો

લાહોર તા. ૧૩ : મોટાભાગે તમે સાંભળ્યું હશે કે એક પતિ માટે બે પત્નીઓ વચ્ચે સમજૂતી થઇ. પરંતુ એવું પહેલીવાર સાંભળવામાં આવી રહ્યું છે કે એક પત્ની માટે પતિઓ વચ્ચે સમજૂતી થઇ. આ કેસ કંઇક એવો છે કે પત્નીને પૂર્વ પતિને સોંપી દીધી જેથી તે બાળકોનો યોગ્ય રીતે ઉછેર કરી શકે અને ગર્ભમાં ઉછેરી રહેલા બાળકની ડિલીવરી કરાવી શકે. 

આ મામલો પાકિસ્તાનના લાહોર સ્થિત રાયવિંદ વિસ્તારનો છે. અહીં એક વ્યકિતએ પોતાની પત્નીને તેના પૂર્વ પતિ પાસે મોકલી દીધી. જેથી તેની પત્ની બાળક પેદા કરી શકે અને તેમનો ઉછેર પૂર્વ પતિ કરી શકે. બંને પતિઓએ આ વિશે પોતાનું લેખિત નિવેદન પોલીસ મથકમાં નોંધાવ્યું છે.

મહિલાના વર્તમાન પતિએ સમજૂતીમાં લખ્યું છે કે મારી પત્ની રૂબિના બીબીને પૂર્વ પતિથી ૪ બાળકો છે. મારી પત્ની પોતાના બાળકોનો યોગ્ય ઉછેર ન થતાં મુશ્કેલી થતી હતી. એટલા માટે હું તેને તેની સહમતિથી તેને તેના પૂર્વ પતિ પાસે મોકલી દીધી છે. 

હાલ પતિએ જણાવ્યું કે તેની પત્ની હજુ પણ ગર્ભવતી છે. તેને સમજૂતીમાં લખ્યું છે કે તે કોઇપણ સમયે આવીને પોતાની પત્નીને મળી શકે છે. સાથે જ એક વર્ષ થતાં બાળકો લઇ શકે છે. બાળકો થાય ત્યાં સુધી રૂબીના પોતાના પૂર્વ પતિ સાથે રહેશે. વર્તમાન પતિએ કહ્યું હું મારી પત્ની પરેશાન જોવા માંગતો નથી એટલા માટે હું આમ કરી રહ્યો છું. તો બીજી તરફ પૂર્વ પતિને કહ્યું કે રૂબીના અને બાળકોનું પુરૂ ધ્યાન રાખીશ. દરેક ખુશી આપવાનો પ્રયત્ન કરીશ. 

પાકિસ્તાનના લોકલ મીડિયા અનુસાર આ કદાચ દુનિયાનો પહેલો પતિ હશે જેણે પરસ્પર સમજૂતી હેઠળ પત્ની શેર કરી છે. સમજૂતી બાદ બંને પતિઓને એકસાથે કહ્યું કે સમજૂતી ફકત એટલા માટે કરવામાં આવી  છે જેથી તે મહિલા પોતાના બાળકો સાથે ખુશીથી રહી શકે.

(10:32 am IST)