Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

દીકરાએ પિતાની ઉદાસ તસવીર ટ્વિટર પર મૂકી, ટ્વિટરિયાઓએ પપ્પાને ખુશ કરી દીધા

સોશ્યલ મીડિયા પર કયારેક લોકો એકબીજાની સંવેદનાઓને અદ્ભુત રીતે પ્રતિક્રિયા આપે ત્યારે બહુ સારૃં લાગે. તાજેતરમાં બિલી નામના ભાઇએ પોતાના પપ્પાની તસ્વીર પોસ્ટ કરી હતી. એ પહેલાં તેમણે પપ્પાએ ટેકસસમાં બિલીઝ ડોનટ્સ નામની શોપ ખોલી હોવાની વાત પણ કરી હતી. બીજી પોસ્ટમાં બિલીએ પપ્પાની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું હતું કે મારા પપ્પા દુખી છે કેમ કે તેમની નવી ડોનટ્સ શોપ પર કોઇ આવ્યું જ નથી. ફોટોગ્રાફમાં આખી શોપમાં ભરેલા માલ દેખાય છે અને કાઉન્ટર પર ઊભેલા ઉદાસ પિતા છે. નવાઇની વાત એ છે કે ગણતરીના કલાકોમાં બિલીની આ પોસ્ટ અઢી હજારથી વધુ વાર રીટ્વિટ થાય છે આમ જનતા જ નહી. એક યુટયુબ સ્ટાર પણ રીટ્વિટ કરે છે. આટલું જ નહીં, ખુદ ઓફિશ્યલ ટ્વિટરના અકાઉન્ટ પર પણ આ તસ્વીર રીટ્વિટ થાય છે અને એમાં લખ્યું છે અમે કાલે ત્યાં આવીશું.

થોડા કલાકોમાં સોશ્યલ મીડિયા પર થયેલી આ ચહલપહલને કારણે ટેકસસની આ ડોનટ્સ શોપમાં એક પછી એક એટલા લોકો આવ્યા કે સાંજ પડતાં સુધીમાં તો માલ ઓલમોસ્ટ ખાલી થઇ ગયો. બિલી મોડી સાંજે ફરીથી ખાલી દુકાન અને પપ્પાના હસતા ચહેરા સાથેની પોતાની તસ્વીર પોસ્ટ કરીને પોતાના તમામ ડોનટ્સ વેચાઇ ગયા છે એ સમાચાર શેર કરીને જે લોકલ લોકોએ તેને સહકાર આપ્યો તેમનો આભાર માને છે.

(11:59 am IST)