Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

આ ભાઇએ શરૂ કર્યો છે ઉપવાસ બિયર સિવાય કશું ખાશેપીશે નહીં

આપણે ત્યાં લોકો અમુક ચીજો નહીં ખાવાની બાધા લે છે. અથવા તો એકજ વાર ખાવાનું  વ્રત લે છે. આવુંજ કઇક કરવાનું  મન થયું છે. અમેરિકાના ઓહોયોમાં રહેતા ડેલ હોલ નામના ભાઇને જુના સાધુબાવાઓ પાસેથી શીખ લઇને તેણે અનોખું  વ્રત રાખ્યું છે. વ્રત દરમ્યાન તે  બિઅર સિવાયનું કશું જ  ખાશે કે પીશે નહીં. ડેલભાઇનું કહેવું છે કે ૧૬૦૦ ની સાલમાં થઇ ગયેલા કેટલાક સાધુઓ માત્ર  બિઅર પીવાનું  વ્રત લેતા હતા. એમાંથી પ્રેરણા લઇને તેણે આવું નક્કી કર્યુ છે ડેલ પોતે એક બ્રુઅરીમાં કામ કરે છે. બોક બિઅર તરીકે જાણીતું એક પીણું છે, જે લિકિવડ બ્રેડની ગરજ સારેએવું છે. ડેલનું કહેવું છે કે સાધુઓ માત્ર આ જ બિઅર પીતા હતા, પણ તે પોતે ૪૬ દિવસ સુધી બોક બિઅર સહીત દરેક પ્રકારનો  બિઅર પીશે. ઓન્લી બિઅર ડાયટની આ  ચેલેન્જનું તેઓ યુ ટયુબ ચેનલ પર પણ પ્રસારણ કર ે છ ે અને તેમનું કહેવું છે કે આ ડાયટથી તેમનું વેઇટ-લોસ થવા પણ લાગ્યું છે.

(11:57 am IST)