Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

મલેરિયાના પેરેસાઇટ હવે કદાચ ખતમ થશે

લંડન, તા.૧૩ : મચ્છર મારવા માટે અનેક પ્રકારની દવા માર્કેટમાં આવી હોવા છતાં મલેરિયાનો ખતમો થઇ શકયો નથી ત્યારે બ્રિટનમાં એક મહત્વની શોધ  થઇ છે જે દરદીના શરીરમાં રહેલા મલેરિયાના પૅરેસાઇટને મારવામાં મદદ કરી શકે. રિસર્ચ કરી રહેલી ટીમે ઉંદરના શરીરમાં મલેરિયાના પૅરેસાઇટ દાખલ કર્યા હતા અને જયારે ઉંદરને જમવાનંુ આપવામાં આવતંુ હતંુ ત્યારે આ પૅરેસાઇટમાં વધારો થતો હતો અને એ લોહીમાં રેડ બ્લડ સેલ્સમાં પ્રવેશતા હતા. જયારે ઉંદરને આપવામાં આવતા ફૂડનો સમય બદલવામાં આવ્યો ત્યારે પૅરેસાઇટમાં વધારો અટકયો હતો. આ રીતે પૅરેસાઇટને મારવા માટે ઉંદરને આપવામાં આવતા ફૂડનો સમય બદલતાં એનાં સારાં પરિણામ મળ્યાં હતાં. આ રીતે હવે મનુષ્યોમાં પણ રિસર્ચ કરવામાં આવશે.

(3:33 pm IST)
  • સીરિયામાં સતત હવાઈ હુમલા અંગ અમેરીકાએ બોલાવી તાકિદની બેઠક : અમેરીકી અધિકારીઓએ જણાવ્યું કે, સતત હવાઈ હુમલાના અહેવાલો સાચા સાબીત થશે તો સીરિયા દ્વારા યુદ્ધ વિરામનો ભંગ ગણવામાં આવશે : તેઓએ વધુમાં જણાવ્યું કે, અમે બધા પક્ષોને આગ્રહ કર્યો છે કે તે કોઈ એવી કાર્યવાહિ ન કરે, જેનાથી યુદ્ધ વિરામની સ્થિતી જોખમાય, આ સ્થિતીની સમીક્ષા કરવા અને યુદ્ધ વિરામની સ્થિતી જળવાઈ રહે તે માટે અમે (અમેરીકાએ) જોર્ડનમાં એક તાકિદની બેઠક બોલાવી છે access_time 12:53 pm IST

  • કેજરીવાલને લાગ્યો વધુ એક મોટો ઝટકો : તેમના મુખ્ય સલાહકાર વી.કે. જૈનએ આપ્યું રાજીનામું : પારિવારિક અને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું : તાજેતરમાં દિલ્હી CM ઓફિસમાં AAPના વિધાયકોએ મુખ્ય સચિવ સાથેની મારપીટ બાબતે વી.કે. જૈનની પોલીસે પૂછપરજ કરી હતી અને આ પછીજ તેમણે રાજીનામું ફગાવ્યું હોય, દિલ્હી સચિવાલયમાં ચર્ચાઓનું બજાર ગરમી પકડી રહ્યું છે. access_time 2:53 pm IST

  • 'મેરી સબસે ફેવરીટ માધુરી દીક્ષિત કે સાથ' : બોલીવુડ કલાકાર જેકી શ્રોફે માધુરી દીક્ષિત સાથે તો પોતાનો ફોટો ટ્વિટર ઉપર મુકી આવી નોંધ કરી છે access_time 3:39 pm IST