Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

૧૯.૧૯ કરોડમાં વેચાયો ૧૯ર૩નો લાઇકા કેમેરા

ઑસ્ટ્રિયા, તા.૧૩ : ઑસ્ટ્રિયાના વિયેના શહેરમાં શનિવારે એક કેમેરાની હરાજી થઇ હતી અને અને ૧૯.૧૯ કરોડ રૂપિયામાં એશિયાના એક કલેકટરે ખરીદ્યો હતો. જર્મનીની લાઇકા કંપનીએ ૧૯૨૩માં બનાવેલો આ કેમેરા એની ઓરિજિનલ કન્ડિશનમાં હોવાથી આટલી કિંમત મળી છે. આ કંપનીએ  શરૂઆતમાં માત્ર પચીસ કેમેરા બનાવ્યા હતા. જેમાંથી માત્ર ત્રણ કેમેરા ચાલુ કન્ડિશનમાં છે. આ કેમેરાની હરાજીમાં કિંમત ચાર લાખ યુરો (આશરે ૩.૧૯ કરોડ રૂપિયા) રાખવામાં  આવી હતી, પણ એના કરતા છગણી કિંમતે એ કેમેરા વેચાયો હતો. ર૦૧૨માં આવો જ એક કેમેરા ૧૭.૨૯ કરોડ રૂપિયામાં વેચાયો હતો.(૨૨.૨)

(11:37 am IST)