Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પાકિસ્તાનના ઝૂમાં કોરોના વાયરસના કારણોસર બે સફેદ વાઘના બચ્ચાના મોત

નવી દિલ્હી: કોરોના કાળમાં પ્રાણીઓને પણ કોરોના થયો હોવાના કિસ્સા સામે આવ્યા છે પરંતુ પાકિસ્તાનના એક ઝૂમાં કોરોનાના કારણે સફેદ વાઘના બે બચ્ચાઓના મોત થયા છે. ગયા મહિને પાકિસ્તાનના લાહોરના ઝૂમાં સફેદ વાઘના અગિયાર મહિનાના બે બચ્ચાઓના મોત થયા હતા.હવે ડોક્ટરોએ સ્વીકાર્યુ છે કે, આ વાઘના મોત પાછળ કોરોના વાયરસ જવાબદાર હોઈ શકે છે. એમ પણ પાકિસ્તાનના ઝૂમાં પ્રાણીઓની સારી રીતે દેખભાળ નથી થતી ત્યારે કોરોનાથી વાઘના મોતની ઘટનાના પગલે પાકિસ્તાનની ટીકા થઈ રહી છે.

           વાઘના બે બચ્ચાના મોત બાદ પહેલા તો અધિકારીઓે લાગ્યુ હતુ કે, તેમના મોત ફેનલ પ્યુલુકોપેનિયા નામના વાયરસથી થયા છે.કારકણકે આ વાયરસથી થતી બીમારી પાકિસ્તાનમાં સામાન્ય છે. જે પ્રાણીઓમાં ઈમ્યુન સિસ્ટમને ખતમ કરી નાંખે છે. જોકે જ્યારે મૃતદેહોનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ ત્યારે ખબર પડી હતી કે, વાઘના બચ્ચાના ફેફસા ગંભીર રીતે ખરાબ થઈ ગયા હતા અને તેમનુ મોત કોરોનાથી જ થયુ હોવાના તમામ પ્રકારના ચિન્હો દેખાયા હતા.

(5:51 pm IST)