Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ઓએમજી......ત્રીજા લગ્ન કરવા આ શખ્સને પડયા ભારે:પ્રથમ પત્નીએ મહેમાનોની હાજરીમાં ઢોરમાર માર્યો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં એક વ્યક્તિને સમયે પોલીસની મદદ લેવી પડી કે તે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો હતો, ત્યારે લગ્ન સ્થળ પર તેની પ્રથમ પત્ની પહોંચી ગઈ અને મહેમાનોની હાજરીમાં તેને ઢોરા માર માર્યો અને સાથે સાથે તેનાં કપડા પણ ફાડી નાખ્યા હતા. એક અહેવાલ મુજબ પોલીસે તે શખ્સને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો.

  એક અહેવાલ અનુસાર સોમવારે રાત્રીનાં રોજ મદીહા અને તેનાં પરિવારજનો કરાચીમાં આસિફ રફીકનાં લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા. મદીહાનો દાવો હતો કે તેની અને રફીકનાં લગ્ન વર્ષ 2014માં યોજાયા છે. રિપોર્ટ અનુસાર મહિલાએ દાવો કર્યો હતો કે રફીકે જિન્હા યૂનિવર્સીટીની એક કર્મચારી સાથે તેની સહમતિ વગર બીજ લગ્ન કર્યા હતા અને તેણે બીજા લગ્નનો વિરોધ કર્યો તો રફીકે માફી માંગી હતી અને ફક્ત તેની સાથે રહેવાનો વાયદો કર્યો હતો,

(6:34 pm IST)