Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

રંગીન પેપરના ટુકડાઓ જોડીને બનાવે છે પક્ષીઓના સાચુકલા લાગે એવા શિલ્પ

લંડન,તા.૧૩: કોલંબિયાની ડાયના બેલ્ટ્રન હેરિરા રંગીન પેપરના ટુકડાઓ જોડીને એકદમ સાચાં દેખાય એવાં પક્ષીઓનાં શિલ્પ તૈયાર કરે છે. જન્મજાત નિપુણતા અને વર્ષોની પ્રેકિટસથી ડાયનાએ લગભગ ૧૦૦ કરતાં વધુ પક્ષીઓનાં શિલ્પ તૈયાર કર્યાં છે જે એકદમ વાસ્તવિક લાગે છે. ડાયનાનું કહેવું છે કે તે પહેલાં પક્ષીઓના ફોટો એકત્રિત કરે છે અને ત્યાર બાદ એના વિશેની માહિતી એકઠી કરે છે. તે કહે છે, 'વિવિધ દૃશ્યો, રંગો અને વિશેષ માહિતી સાથે આર્કાઇવ બનાવ્યા બાદ પ્રથમ એક પ્રોફાઇલ પસંદ કરી પક્ષીની પાંખો, પગ, ચહેરો ઇલસ્ટ્રેટરમાં ચિત્રિત કરું છું. મારું કામ અડધું ડિજિટલ, અડધું હાથનું છે. હું બધું છાપ્યા પછી એને એકસાથે રાખતાં પહેલાં કાપી નાખું છું. એક પક્ષી બનાવવામાં મને ઓછામાં ઓછા ચાર દિવસ લાગે છે.' પક્ષીનું પેપરનું શિલ્પ તૈયાર કરવામાં ડાયના માત્ર પેપરનો અને પગ માટે વાયરનો ઉપયોગ કરે છે.

(4:03 pm IST)