Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

હંગેરીમાં લગ્ન માટે મળશે ૨૫ લાખની લોન, ત્રણ બાળકો પેદા કરશો તો લોન માફ

લંડન તા.૧૩: ભારત અત્યારે વસ્તી નિયંત્રણ કેવી રીતે કરવું એની દુવિધામાં છે જયારે યુરોપના હંગેરીમાં દેશની વસ્તી કઇ રીતે વધારવી એ ચિંતાનો વિષય છે. અહીં પ્રવાસીઓની જ સંખ્યા વધારે છે. દેશના નાગરિકોની સંખ્યા વધારવા માટે હંગેરીના વડા પ્રધાન વિકટર ઓર્બને નવી જનરેશનની સંખ્યા વધે એ માટે પ્રોત્સાહક નીતિઓ બનાવી છે. ખાસ કરીને મહિલાઓ માટે હંગેરી સરકારે લોભામણી સ્કીમો બહાર પાડી છે. અહીં ૪૦ વર્ષથી નાની વયની મહિલા જો પહેલી વાર લગ્ન કરતી હોય તો તેને રપ લાખ રૂપિયા સુધીની લોન વિના વ્યાજે આપવામાં આવશે. આ મહિલા જો ત્રણ બાળકોને જન્મ આપશે તો તેની લોન  માફ પણ થઇ જશે. વિકટર ઓર્બન સતત ત્રીજી વાર વડાપ્રધાન બનીને આવ્યા છે. અને તેઓ દેશમાં પ્રવાસીઓની વધતી સંખ્યાના વિરોધમાં અવારનવાર વિધાનો કરતા રહે છે. તેમનું કહેવું છે કે હંગેરિયન પરિવારોને વધુને વધુ બાળકો પેદા કરવા એ મુસ્લિમ દેશોના પ્રવાસીઓને પ્રવેશની મંજુરી આપવા કરતાં ઘણું સારૂ છે. દેશમાં માત્ર જનસંખ્યા નહીં, હંગેરિયન મૂળના લોકોની સંખ્યા વધે એ જરૂરી હોવાથી જે હંગેરિયન મહિલાને ચારથી વધુ બાળકો હશે તેમને આજીવન ઇન્કમ-ટેકસમાંથી મુકિત આપવાનંુ એલાન પણ તેમણે કર્યું છે.(૧.૩૦)

 

(3:53 pm IST)