Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

૨૦૩ બ્રીડના ૨૮૦૦ ડોગ્સમાંથી કોણ જીતશે ખિતાબ?

ન્યુયોર્ક તા.૧૩: અમેરિકાના ન્યુયોર્કમાં વેસ્ટમિન્સ્ટર કેનલ કલબ દ્વારા ડોગ-શોનું આયોજન થાય છે. જેમાં એક પ્રકારે શ્વાનોની સોૈંદર્ય સ્પર્ધા થાય છે. બે દિવસીય આ શોમાં લગભગ ૨૦૩ બ્રીડના ૨૮૦૦ ડોગ્સમાંથી પસંદ થશે. આપણે તો જેના નામ પણ ન સાંભળ્યા હોય એવી એવી બ્રીડના ડોગીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. સ્પર્ધા પહેલાં આ શ્વાનોની એટલી આવભગત થાય છે કે ન પૂછો વાત. ડોગીઝને પેડિકયોર, મસાજ અને સ્પા ટ્રીટમેન્ટ કરીને એમનાં વાળ અને ત્વાચાને ચમકીલાં બનાવવામાં આવે છે. વાળને ગ્રુમ કરવા માટે ખાસ પેટ-ગ્રુમર્સ અહીં છે. લાંબા વાળને રંગવા, સ્ટ્રેટ કરવા કે ઇવન વિવિધ શેપમાં ટ્રિમ કરીને અલગ લુક આપીને ડોગીને આકર્ષક બનાવવાના તમામ અખતરાઓ થાય છે.ડોગીના માલિકો પણ તેમનાં ગલૂડિયાંઓ પર પાણીની જેમ પૈસા ખર્ચતાં અચકાતા નથી. આ સ્પર્ધા પહેલાનાં મહિનાઓથી તેમની બોડીની કાળજી લેવા માટે તેમને ચોક્કસ ડાયટ અને એકસરસાઇઝ દ્વારા ફિટ રાખવામાં આવે છે. આ વર્ષે કઇ બ્રીડના શ્વાસ સૌથી બ્યુટીફુલ હોય છે એ પણ જાહેર થવાનું છે. હવે જોઇએ આ બધા અતરંગી દેખાતા પપીઝમાંથી કોણ બાજી મારી જાય છે.(૧.૨૯)

(3:51 pm IST)