Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

વિદ્યાર્થીઓની યાદશકિત અને પરીક્ષા માટે કેટલીક સરળ અને સચોટ ટીપ્સ

આજના સમયમાં વિદ્યાર્થીઓ ભણવાનું ખૂબ જ ટેન્શન લેતા હોય છે અને તેને કારણે તેઓ ખૂબ જ પ્રેશરમાં રહે છે. આખો અભ્યાસક્રમ તૈયાર કરવાનો અને પરિક્ષાના  આગલા દિવસોમાં એ બધાનું એક વાર પુનરાવર્તન કરવાનું. એમાં પણ, જો ધાર્યા પ્રમાણે પરીક્ષા ન જાય, તો વિદ્યાર્થીઓની બેચેની પણ વધી જાય છે. આથી, માતાપિતાએ આવી પરિસ્થિતિમાં બાળકોને સપોર્ટ કરવો જોઈએ તેમજ તેઓને શાંત રહેવાની સલાહ આપવી જોઈએ.

તમારા ઘરનો ઉત્તર દિશા તરફ આવેલો અરિયા એકદમ ચોખ્ખો રાખવો.

બેડરૂમમાં અરિસો મૂકવાનું ટાળો. ફકત આટલું જ નહિં, દક્ષિણ તેમજ પશ્ચિમ દિશામાં આવેલી દિવાલ ઉપર પણ અરિસો ન મુકવો.

વિદ્યાર્થીઓ માટે સલાહ છે કે પશ્ચિમ અથવા ઉત્તર દિશા તરફ માથું રખીને ન ઊંઘવું.

તમારૂ બાળક જે રૂમમાં ભણે છે ત્યાં લીલા અને પીળા કલરનો ઉપયોગ કરો જેમકે ઓશિકાનું કવર, ચાદર, પડદાઓ, કપડાં વગેરે.

પરીક્ષા દરમિયાન કોઈ પણ વ્યકિતને તમારૂ સ્ટડી ટેબલ કે પછી બેડ વાપરવા ન દો. કારણકે દરેક વ્યકિત જોડે અલગ-અલગ ઓરા હોય છે જે વિદ્યાર્થીની એનર્જી ઉપર અસર બતાવી શકે છે.

(9:36 am IST)