Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ગેસ, અપચાની દવાઓ બની અર્થવ્યવસ્થા માટે ટોનિક

ડિસેમ્બરમાં IIPનો વૃધ્ધિદર ૭.૧ ટકા

નવી દિલ્હી તા. ૧૩ : દેશના ઔદ્યોગિક ઉત્પાદનનો ઇન્ડેકસ (IIP)નો વૃદ્ઘિ દર ડિસેમ્બરમાં ૭.૧ ટકા રહ્યો છે, જે નવેમ્બરના ૮.૪ ટકાથી ઓછો છે. ગત ડિસેમ્બરની સરખામણીએ તે ઘણો વધુ રહ્યો છે. ત્યારે IIP ૨.૪ ટકા હતો. નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા તો અલગ છે, પરંતુ તેમાં સૌથી વધુ યોગદાન આપનારા બદલાયા નથી. ગત થોડા મહિનાથી ડાઇજેસ્ટિવ એન્જાઇમ્સ, એન્ટાસિડ્સ અને પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સના ઔદ્યોગિક ઉત્પાદન દરમાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

ડાઇજેસ્ટિવ એન્જાઇમ્સ, એન્ટાસિડ્સ અને પ્રોટોન પંપ ઇન્હિબિટર્સનો ઉપયોગ ગેસ, બળતરા અને અપચા જેવી સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. તેને આઇટમ ગ્રૂપ ૫માં રાખવામાં આવે છે, જેનું IIP ગ્રોથમાં સકારાત્મક ઉત્પાદન છે.

ડાઇજેસ્ટિવ એન્જાઇમ્સ અને એન્ટાસિડ્સ, જેનો ભાર માત્ર ૦.૨૨ ટકા છે, તેના ગ્રોથમાં ૨.૨૫૨૦ ટકા પોઇન્ટ્સનું યોગદાન છે. તે સિમેન્ટ (૨.૧૬ ટકા) અને વીજળી (૦.૪૦૧૦ ટકા)થી વધુ છે.

આ પહેલી વાર નથી કે, આ આઇટમ ગ્રૂપે IIPને ઉપર ધકેલ્યો છે. ગત થોડા મહિનાથી આ ગ્રૂપનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. નવેમ્બરમાં ગ્રોથમાં તેની ભાગીદારી ૨.૫૪૯૭ ટકા પોઇન્ટ હતી. ઓકટોબરમાં તે ૧.૩૭ ટકા પોઇન્ટ હતો.(૨૧.૮)

(10:41 am IST)