Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અમેરિકામાં 70 વર્ષ પછી કોઈ મહિલાને મૃત્યુદંડની સજાની સુનવણી કરવામાં આવી

નવી દિલ્હી: અમેરિકામાં 70 વર્ષ બાદ કોઈ મહિલા કેદીને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે. 52 વર્ષીય લીસા મૉન્ટગોમરીને 2007માં એક જઘન્ય અપરાધમાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા. બુધવારે અમેરિકાના ઇન્ડિયાના પ્રાંતની એક જેલમાં એમને ઝેરનું ઇંજેક્ષન આપી મૃત્યુદંડ આપવામાં આવ્યો. અમેરિકાની સુપ્રીમ કોર્ટે એમની સજા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

અગાઉ મંગળવારે તેમની સજા પર અમલ કરાયાના અમુક કલાકો પહેલાં ન્યાયાધીશ જેમ્સ હેનલને સજા પર રોક લગાવી દીધી હતી.

        એ વખતે જજે કહ્યું કે મૃત્યુદંડ આપતાં પહેલાં તેમની સક્ષમતા અંગેની સુનાવણી હાથ ધરવામાં આવે.નોંધનીય છે કે લીસાના વકીલે દલીલ કરી હતી કે તેઓ મૃત્યુદંડ માટે માનસિક અક્ષમ છે તેમજ તેઓ જન્મથી મગજના વિકારથી પીડિત છે.

(5:55 pm IST)