Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ન્યુ જર્સીના બાઉંડ્રૉબોક વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

નવી દિલ્હી: ન્યુ જર્સીના ઉપનગર બાઉંડ બ્રુકમાં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી છે. આ બિલ્ડિંગમાં આગ લાગવાના કારણોસર આજુબાજુની ત્રણ બિલ્ડીંગો તેની ઝપેટમાં આવી ગઈ છે અને આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે આજુબાજુના લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે.

                      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા માટે કામ શરૂ કરી દીધું હતું ક્રેનની મદદથી આ બિલ્ડિંગમાં આગ બુઝાવવા માટે કામ શરૂ કરવામાં આવ્યું હતું।

(6:08 pm IST)