Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

યુએઇમાં રેકોર્ડબ્રેક વરસાદ પછી હવે ઝાકળની આગાહી

દુબઇઃ ગયા સપ્તાહમાં ભારે વરસાદે યુએઇને ધમરોળ્યા પછી ત્યાંના હવામાન ખાતાએ આજે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ, ઝાકળ અને ઓછી વીઝે બીલીટીની આગાહી કરી છે.

નેશનલ સેન્ટર ઓફ મીટીરીયોલોજી (એનસીએમ)એ એક સ્ટેટમેન્ટમાં ડ્રાઇવરો દરેક પ્રકારની સાવચેતી રાખવા અને ટ્રાફીકના નિયમો બરાબર પાળવાની ચેતવણી આપતા કહ્યું હતું કે સોમવારે સવારના ૯ વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં ઝાકળ રહેશે અને તેના કારણે દ્રશ્ય શકિત ઘટી જશે. કાર ચલાવનારાઓને હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં લેવાની અપીલ કરવામાં આવી હતી.

આજનો હવામાનનો રીપોર્ટ જાહેર કરતા એનસીએમે કહ્યું હતું કે આજે હવામાન વાદળીયું રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

શનિવારથી અત્યાર સુધીમાં વરસાદ અને પુરના કારણે દુબઇમાં ૩૦૦ થી વધારે રોડ એકિસડન્ટ થઇ ચુકયા છે. છેલ્લા થોડા દિવસોના ભારે વરસાદના કારણે દુબઇની ગટર વ્યવસ્થા હાંફી ગઇ હતી અને રોડ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. દુબઇના એરપોર્ટ પર પાણી ભરાઇ જવાના કારણે ઘણી બધી ફલાઇટો રદ અથવા મોડી થઇ હતી.

(3:52 pm IST)