Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ઐસા ભી હોતા હૈ

સર્જરી કરાવી 'કુંવારી' બની રહી છે છોકરીઓઃ ૨૨ જેટલા કલીનિક પકડાયા

લંડન, તા.૧૩: લગ્ન બાદ પોતાને સુહાગરાત પહેલા કુંવારી બતાવવા માટે સામાજિક પ્રેશરને લઈને હવે યુવતીઓ લગ્ન પહેલા પોતાનું કૌમાર્ય (પ્રાઈવેટ પાર્ટ)નું ઓપરેશન કરાવવા માટે સીક્રેટ કલીનિક જઈ રહી છે. ડોકટર્સ આવી યુવતીઓની ડિમાન્ડ પુરી કરીને અમુક કલાકોમાં લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. આ વાતનો ખુલાસો લંડનમાં થયો છે જયાં આવા ૨૨ સિક્રેટ કલીનિક મળ્યા છે.

એક રિપોર્ટ મુજબ માત્ર લંડનમાં જ આવા ૨૨ જેટલા કલીનિકની ઓળખ કરાઈ છે. જયાં બ્રિટિશ ડોકટર પારંપરિક પરિવારોના પ્રેશરમાં આવીને મહિલાઓની 'વર્જિનિટી રીપેર'ઓપરેશન કરે છે અને તેનાથી લાખો રૂપિયા કમાય છે.

રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે લગભગ ૧૦૦ જેટલી યુવતી પર આવું ઓપરેશન કરવામાં આવ્યું છે. તેમને વેડિંગ નાઈટને લઈને ભ્રમિત કરવામાં આવતી અને ઈમોશનલ બ્લેકમેઈલ કરાતી હતી. તેમને કહેવામાં આવતું કે વર્જિનિટી પાછી લેશે તો તેમની સુહાગરાતમાં કોઈ સમસ્યા નહીં આવે અને તેમનો અનુભવ વધુ સારો રહેશે.

બ્રિટિશ સંડે ટાઈમ્સની રિપોર્ટ મુજબ, કેટલાક પ્રાઈવેટ કિલનિક આવા ઓપરેશન માટે એક મહિલા પાસેથી ૩૦૦૦ પાઉન્ડ (૨-૩ લાખ રૂપિયા) ચાર્જ લેતા હતા. આ ઓપરેશન સામાન્ય રીતે હાઈમનને ઠીક કરવાના રૂપમાં જાણીતું છે. આ ઓપરેશનમાં યુવતીઓના પ્રાઈવેટ પાર્ટના પ્રવેશ દ્વાર પર એક ત્વચાના પડનું નિર્માણ કરવામાં આવે છે, જયારે તે ફાટે છે ત્યારે એક મહિલા પહેલીવાર ઈન્ટરકોર્સ કરી રહી છે તેવું માનવામાં આવે છે.

લંડનમાં આવું જ એક કલીનિક ધ ગાઈન સેન્ટર આવા ઓપરેશનો કરી આપે છે. આ કૃત્રિમ 'હાઈમન'ને કૌમાર્યનું ટોકન માનવામાં આવે છે અને સાંસ્કૃતિક અને ધાર્મિક કારણોથી લગ્નમાં એક મહત્વપૂર્ણ કારક બની ગયું છે. સામાન્ય રીતે સમાજમાં માનવામાં આવે છે કે જો આ પડદો તૂટેલો હોય તો યુવતી લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધી ચૂકી છે એવામાં ઘણા કિસ્સામાં લગ્ન પણ તૂટી શકે છે.

આ પ્રકારના કલીનિક ચલાવતા ડોકટરો પર દર્દીની લાગણી સાથે રમવાનો આરોપ લાગ્યો છે. રિપોર્ટ મુજબ આવા ઓપરેશન કરાવનારી મોટાભાગની યુવા મહિલાઓ મધ્ય પૂર્વ અને અશિયાઈ પરિવારોમાંથી હોય છે જે લગ્નના પ્રેશરમાં આવું કરાવે છે.

(3:45 pm IST)