Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ઓસ્ટ્રેલીયાના જંગલોમાં આગ વધુ ભડકી

આગને રોકી ન શકવા બદલ વડાપ્રધાને માગી માફી

સિડની,તા.૧૩: ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને દેશમાં લાગેલી આગને ન રોકી શકવા અંગે દુઃખ વ્યકત કર્યું છે. રવિવારે મોરિસને સ્વીકાર્યું કે તે જમીની સ્તરે ઘણી બાબતો સારી રીતે સાંભળી શકે તેમ હતા. ગયા વર્ષના સપ્ટેમ્બરથી જંગલોમાં લાગેલી આગના કારણે ત્રણ મહિના પછી પણ દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલીયાના આકાશનો રંગ લોહી જેવો લાલ છે.

ન્યુ સાઉથવેલ્સમાં એક કરોડ એકરનો વિસ્તાર બરબાદ થઇ ચુકયો છે. રાજ્યનું ૩૦ ટકા જંગલ બળીને ખાખ થઇ ગયું છે. આગનો વિસ્તાર આ અઠવાડીયે ૫૦ ટકા સુધી ફેલાઇ શકે છે. ૫૦ કરોડ જાનવરો અને ૨૮ લોકોના મોત થઇ ચુકયા છે. ડેન્માર્ક દેશથી પણ મોટો ઓસ્ટ્રેલીયાનો વિસ્તાર આગની લપેટમાં છે. બે હજાર ઘર બરબાદ થઇ ચુકયા છે. પરિસ્થિતિ હજુ પણ વણસવાની શંકા છે. વડાપ્રધાન મોરિસને કહ્યું છે કે તે જંગલની આગ સામે લડવાની કોશિષો અંગે તપાસ કરાવશે.

(3:44 pm IST)