Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

અતરંગી પહેશવેશની પરેડ

પશ્ચિમ આફ્રિકન દેશ બેનિનના પોર્ટો-નોવો શહેરમાં છેલ્લા એક વીકથી પોર્ટો-નોવો ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. એમાં વુડુ એટલે કે તંત્ર-મંત્રની અંધશ્રદ્ઘાભરી વાતોમાં માનનારા લોકો દ્વારા જાતજાતની જાહેર પ્રવૃત્ત્િ।ઓ યોજાય છે. આ ચોથું વર્ષ હતું જેમાં આફ્રિકન દેશોમાંથી લગભગ ૧ ૨૦૦ લોકો કલ્ચરલ અને રિચ્યુઅલ માસ્ક પહેરીને ગ્રેન્ડ પરેડમાં જોડાયા હતા. એમાં કેટલાક લોકો દ્યાસના પૂળાની અંદર ઢબૂરાઈને ચાલ્યા હતા તો કેટલાક લોકો પગથી માથા સુધી ટ્રેડિશનલ રંગબેરંગી કપડાં પહેરીને અમુક-તમુક દેવી-દેવતાઓનો અવતાર ધારણ કરીને પરેડમાં સામેલ થયા હતા

(1:14 pm IST)