Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

શું તમને કમજોરીને કારણે ચક્કર આવે છે ? તો અપનાવો આ ટીપ્સ

અચાનક આંખોમાં અંધારા આવવા, માથું ફરવું, આખી ધરતી ફરતી હોય તેવું લાગે તેને સામાન્ય ભાષામાં ચક્કર કહેવાય છે. આને અંગ્રેજીમાં 'વર્ટીગા' કહેવાય છે. આના કારણે આંખો સામે અંધકાર છવાઈ જાય છે.

જ્યારે તમે બીમાર હોવ, મગજ કામ ન કરતું હોય, ડીપ્રેશનમાં હોવ, મગજમાં લોહિની માત્રા ઓછી હોવી વગેરે કારણોને લીધે ચક્કર આવે છે.

. ૨ લવિંગને ૨ કપ પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી ચક્કર આવવાનું બંધ થાય છે.

. નારિયેળનું પાણી રોજ પીવાથી ચક્કર બંધ થાય છે.

. અનુલોમ વિલોમ પ્રાણાયામથી ચક્કર આવવાની બીમારીથી હમેશા માટે છુટકારો મળી શકે છે.

. જ્યારે ચક્કર આવતા હોય ત્યારે બરફ સમાન ઠંડા પાણીના ત્રણ ગ્લાસ પીવા આનાથી પણ આ સમસ્યા ટળશે.

. સુકા આંબળાને પીસી લો. હવે ૧૦ ગ્રામ આંબળાનું ચૂરણ અને ૧૦ ગ્રામ ધાણાજીરૂના પાવડરને એક ગ્લાસ પાણીમાં નાખીને આખી રાત રહેવા દો. સવારે આને સાંજે ચાળીને પીવું

. શિયાળાની સિઝનમાં ધી અને ગોળનું સેવન વધારે કરવું. આનાથી તમને ચક્કર નહિં.

. ડુંગળીના રસ સુંઘવાથી ચક્કર આવતા બંધ થાય છે.

. ચા કે કોફીને ઓછી પીવી. આના વધારે સેવનથી પણ આ સમસ્યા થાય છે.

. નવશેકા પાણીમાં અડધું લીંબુ અને ચપટી ખાવાનો સોડા નાખી પીવાથી પણ ચક્કર બંધ થાય છે.

. ખાંડ અને સુકા ધાણા ને બબ્બે ચમચી મેળવી ચાવવાથી પણ આ સમસ્યા ટળે છે.

(9:41 am IST)
  • સેન્સેકસ પૂરપાટ ભાગ્યો : સેન્સેકસ રેકોર્ડબ્રેક ઉંચાઈ ૪૧,૮૯૩ પોઈન્ટ પર, નીફટી ૮૦.૯૫ પોઈન્ટ વધીને ૧૨૩૩૭.૭૫ પર પહોંચ્યો : ડોલર સામે રૂ. વધ્યો : ડોલરની સામે રૂપિયાની કિંમતમાં ૧૨ પૈસા વધ્યા : એક ડોલરની કિંમત ૭૦.૮૨ રૂપિયા access_time 4:06 pm IST

  • ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં : વર્લ્ડકપ ટી-૨૦ માટે ઈન્ડિયન વુમન્સ ટીમની થઈ જાહેરાત : ટીમમાં રીચા ઘોષ એકમાત્ર નવો ચહેરો : ૨૧ ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ખોલશે યુદ્ધનો મોરચો access_time 3:37 pm IST

  • JNU હિંસામાં સંડોવણીઃ ABVPના અક્ષત - રોહિતને પોલીસ સમન્સઃ એબીવીપીએ અક્ષત અને રોહિત તેના સભ્યો હોવાનો ઈન્કાર કર્યો, અક્ષત અવસ્થીએ જેએનયુની સાબરમતી હોસ્ટેલની શેરીમાં ટોળા દ્વારા વાહનો અને ફર્નીચરની કરાયેલી તોડફોડની વિસ્તૃત વિગતો આપી : અક્ષત અને રોહિતે જેએનયુમાં વિદ્યાર્થીઓ પર હુમલામાં પોતાની ભુમિકા સ્વીકારી લીધી હોવા છતાં પોલીસે હજુ સુધી તેમની કોઈ ધરપકડ કરી નથી : અક્ષત અવસ્થી પોલીસ સ્ટેશને જશે પરંતુ તપાસમાં જોડાશે નહિં : સૂત્રો, દિલ્હી પોલીસે કેસની તપાસ માટે કબૂલાતની ટેપ્સ માટે ઈન્ડિયા ટુડે ટીવીને કહ્યુ access_time 12:42 am IST