Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સેક્સ દરમિયાન કોન્ડોમ દુર કરનાર પર રેપનો કેસ

સ્વીસમાં વ્યક્તિને જેલની સજા ફટકારી દેવાઇ : પાર્ટનરને જાણ કર્યા વગર કોન્ડોમ દુર કરતા કઠોર સજા

બર્ન,તા. ૧૩ : સેક્સ માણતી વેળા કોન્ડોમને દુર કરવાની બાબત એક વ્યક્તિને ખુબ ભારે પડી છે. કારણ કે આ વ્યક્તિ પર રેપનો આરોપ કરીને તેને જેલની સજા ફટકારી દેવામાં આવી છે. આ ચોંકાવનારો મામલો સ્વીત્ઝર્લેન્ડનો છે. જ્યાં એક વ્યક્તિએ સેક્સ દરમિયાન પોતાના પાર્ટનગરને જાણ કર્યા વગર કોન્ડોમ દુર કરી લેવાનુ કૃત્ય  કર્યુ હતુ. સ્વીત્ઝર્લેન્ડની લોજેનની ક્રિમિનલ કોર્ટ દ્વારા આ સજા ફટકારીને યોગ્ય દાખલો બેસાડી દીધો હતો. કોર્ટે કહ્યુ હતુ કે પોર્ટનગરને જાણ કર્યા વગર સેક્સ દરમિયાન કોન્ડોમ હટાવી દેવાની બાબત એક રેપ સમાન છે. મામલામાં ૪૭ વર્ષીય શખ્સને ૧૨ મહિના માટે સસ્પેન્ડડ સજા કરી છે. આનો મતલબ એ થયો કે આ વ્યક્તિ તરત જેલમાં જવાની જરૂર પડશે નહી પરંતુ આગામી ૧૨ મહિના સુધી તે બાજ નજર હેઠળ રહેનાર છે. આ ૧૨ મહિનાના  ગાળા દરમિયાન જો તે કોઇ બીજા અપરાધ કરશે તો તેને ૧૨ મહિના સુધીની જેલની સજા ગાળવી પડશે. વ્યક્તિનુ નામ જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ સ્થાનિક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ શખ્સ ફ્રાન્સનો નિવાસી છે. ડેટિગ એપ ટિન્ડર મારફતે તે એક સ્વીસ મહિલાને મળ્યો હતો. જુન ૨૦૧૫માં બન્નેએ બીજી વખત ડેટ દરમિયાન કોન્ડોમ સાથે સેક્સ કરવા માટે સહમત થયા હતા. પરંતુ મોડેથી મહિલાએ જોયુ કે તેના પાર્ટનરે કોન્ડોમને દુર કરવાની શરૂઆત કરી દીધી છે. કોર્ટે કહ્યુ હતુ કે જો મહિલાને આ અંગે માહિતી હોત કે કોન્ડોમને દુર કરી લેવામાં આવ્યુ છે તો તે સેક્સ માટે ઇન્કાર કરનાર હતી. આવી સ્થિતીમાં આ ગુનો સમાન છે. પીડિત મહિલાના વકીલે કહ્યુ છે કે સ્વીત્ઝર્લેન્ડમાં આ પ્રકારનો આ પ્રથમ મામલો છે.  સમગ્ર મામલાની ચર્ચા સમગ્ર સ્વીસમાં જોવા મળી છે. સાથે સાથે કોર્ટના ચુકાદાને પણ તમામ લોકો આવકારી રહ્યા છે. કોર્ટે કઠોર નિર્ણય કરીને યોગ્ય દાખલો તમામ માટે બેસાડી દીધો છે. મહિલા દ્વારા જોરદાર દલીલો કરાઇ હતી.

(1:00 pm IST)
  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST

  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST

  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST