Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

જાપાનમાં ભારે બરફવર્ષા, આખી રાત ટ્રેનમાં ફસાયા ૪૩૦ લોકો

ટોકીયો તા. ૧૩ : જાપાનમાં ભારે બરફવર્ષા થતા લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. જાપાનના નિગાતામાં ભારે બરફવર્ષાને લઈને આશરે ૪૩૦ લોકો આખી રાત ટ્રેનમાં ફસાયેલા રહ્યા. બરફ વર્ષાનું દ્રષ્ય કંઈક એવું હતું કે જાપાની સમુદ્ર તટનો મોટો ભાગ બરફની ચાદરથી ઢંકાયેલો હતો. રેલવેના એક અધીકારીએ આ જાણકારી આપી હતી.

જેઆર ઈસ્ટ રેલવે કંપનીની નીગતા શાખાના પ્રવકતા શિનિચી સેકીએ જણાવ્યું કે સાંજના સમયે આશરે ૧૫ કલાક સુધી ટ્રેનને રોકી રાખવામાં આવી હતી અને ત્યારબાદ બીજા દિવસે એટલે કે આજે સવારે ટ્રેનને ફરીથી રવાના કરવામાં આવી હતી.

ટ્રેન સેવા શરૂ થતા જ રેસ્કયુ ટીમે લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દિધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ યાત્રીઓની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. જેમને તરત જ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. તો આ સિવાય અડધાથી વધારે યાત્રીકોને તેમના પરિજનો ટ્રેન સરખી થયા પહેલા જ લેવા માટે આવી ગયા હતા.(૨૧.૩)

(11:08 am IST)