Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

પેટમાંથી નીકળ્યો ૩૨ ફુટનો કૃમિ

થાઇલેન્ડઃ પેટમાં નાના-મોટા કૃમિ થાય એ તો સમજી શકાય, પણ જયારે બે-પાંચ-દસ ફુટ કરતાંય વધુ લાંબો કૃમિ નીકળે એ બહુ ઓછું જાણીતું છે. થાઇલેન્ડના ઉદોન થાની શહેરના રહેવાસી ક્રિત્સદા રતપ્રચોમે પોતાના ટોઇલેટમાં દ્યટેલી ચીતરી ચડે એવી દ્યટનાની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકી છે. આ તસવીર તેમના પેટમાંથી નીકળેલા લાંબાલચક કૃમિની છે. થોડા દિવસ પહેલાં તેઓ કુદરતી હાજત માટે કમોડ પર બેઠા ત્યારે તેમને અતિવિચિત્ર અનુભવ થયો. મળ સાથે તેમના પેટમાંથી લાંબો, ચપટકો અને સફેદ રંગનો કૃમિ બહાર નીકળ્યો હતો. ૪૪ વર્ષના આ ભાઈ ટોઇલેટ યુઝ કરતા હતા ત્યારે મળમાર્ગમાંથી કોઈ ચીકણા પદાર્થનું હલનચલન થતું હોય એવું જણાયું હતું. રતપ્રચોમને મળવિસર્જન લગભગ પૂરું થયું હોવા છતાં કઈક રહી ગયું હોય એવું લાગ્યું. તેમણે હાથ લગાડીને જોતાં કૃમિ બહાર નીકળી રહ્યો હતો. એ લાંબોલચક કૃમિ ૩ર ફૂટનો હતો. ભાઈસાહેબે હિંમત કરીને આખો કૃમિ કાઢ્યો, પાણીથી સાફ કર્યો અને એની તસવીરો ખેંચી. અલબત્ત્।, ફોટોગ્રાફ્સ લીધા બાદ કૃમિને તેણે કમોડમાં જ સ્વાહા કરી નાખ્યો હતો.

(3:31 pm IST)