Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

અમેરિકાએ પાક, ચીન, સાઉદી અરેબિયાને બ્લેક લિસ્ટમાં મૂક્યા

ધાર્મિક સ્વતંત્રતા પૂરી ન પાડવા બદલસાત દેશોને બ્લેક લિસ્ટમાં મૂકી દીધા

અમેરિકાએ ફરી એક વખત પાકિસ્તાનને આંચકો આપ્યો છે. લોકોને ધાર્મિક સ્વતંત્રતા પૂરી ન પાડવા બદલ અમેરિકાએ પાકિસ્તાન, ચીન, સાઉદી અરેબિયા અને અન્ય સાત દેશોને બ્લેક લિસ્ટમાં મૂકી દીધા છે.

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ આ વાતની માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્રતાનો ભંગ કરનારા દેશોની યાદીમાં નાખવામાં આવ્યા છે. લઘુમતિઓ પર અત્યાચાર ગુજારનારા દેશોને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવે છે. પાકિસ્તાન, ચીન, સાઉદી અરેબિયા ઉપરાંત મ્યાંમર, ઇરિદ્રિયા, ઇરાન, ઉત્તર કોરિયા, સુદાન, તઝાકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે

(12:32 pm IST)