Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ર૦રરમાં વિશ્વમાં સીરીંજની અછતની શકયતા

વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટમાં ચેતવણી

લંડન તા. ૧રઃ વિશ્વ આરોગ્ય સંસ્થાના એક તાજા રિપોર્ટમાં કહેવાયું છે. આવતા વર્ષે વિશ્વમાં સીરીંજની લગભગ ર બીલીયનની ઘટ આવી શકે છે. અછતનું મુખ્ય કારણ વિશ્વભરમાં ચાલી રહેલ કોરોના રસીકરણ કાર્યક્રમ છે. સીરીંજનું ઉત્પાદન વધારવું જરૂરી છે નહીંતર પરિસ્થિતિ વણસી શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજા રિપોર્ટ અનુસાર કોરોના રસીકરણના કારણે વિશ્વભરમાં ૭.રપ બીલીયન ડોઝ અપાઇ ચૂકયા છે. જે વર્ષભરમાં સામાન્ય રીતે અપાતા રસીના ડોઝ કરતા લગભગ બમણા છે. એટલે સીરીંજની જરૂરિયાતમાં પણ મોટો વધારો થયો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે ઉત્પાદનમાં વધારો નહીં થાય તો પરિસ્થિતિ વણસી શકે છે. તેનાથી વિવિધ બિમારીઓની સારવારને પણ અસર પહોંચી શકે છે.

(12:13 pm IST)