Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ઇઝરાયલી કાર્યવાહીમાં ઇસ્લામિક જિહાદના કમાંડરને ઠાર

નવી દિલ્હી: ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી સુરક્ષાબળોની કાર્યવાહીમાં ફિલીસ્તીની ઇસ્લામિક જિહાદ સમૂહના કમાંડર બહા અબુ અલ અતા સહીત બે લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે ફિલીસ્તીની સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારના રોજ આ વાતની જાણકારી આપી છે.

                        મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પૂર્વી ગાઝા પટ્ટીના શેજૈયામાં  એક બિલ્ડીંગ પર ઇઝરાયલી સુરક્ષા બળોના હુમલામાં ઇસ્લામિક જિહાદ સમૂહના કમાંડર સહીત એક મહિલાનું મૃત્યુ થયું છે. આ હુમલાના ફોટા પણ ટ્વીટર પર પોસ્ટ થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:22 pm IST)