Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

થાઈલેન્ડની અદાલતમાં ગોળીબારીની ઘટના: એક બંદૂકધારી સહીત અન્ય બે અધિકારીના મૃત્યુ

નવી દિલ્હી: થાઈલેન્ડમાં આજ રોજ ઉત્તરાધિકાર વિવાદથી સંબંધિત સુનવણી દરમ્યાન અદાલતમાં થયેલ ગોળીબારીની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે જેમાં બે અધિવક્તાનો સમાવેશ થાય છે. ચંથબુરીની પ્રાંતીય અદાલતમાં એક વિવાદ પર ચાલી રહેલ કાર્યવાહી દરમ્યાન બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબારી શરૂ કરી દીધી હતી આ પછી અદાલતના એક  સુરક્ષા ગાર્ડને હુમલાખોરે ગોળી મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા.

                     રાષ્ટ્રીય પોલીસ કાર્યાલયના પ્રવક્તા ક્રીસસના પત્તાંનાચારોએને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હુમલાખોર સહીત ત્રણ લોકોના મૃત્યુ થયા છે તેમજ સામસામે હાથપાઈમાં અન્ય ઘણાંબધાંને ગંભીર  રીતે ઇજા પહોંચી છે.

(6:17 pm IST)