Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ઓસ્ટ્રેલિયામાં સ્ટ્રોબેરીમાંથી નિકળતી સોયને મામલે એક મહિલાની ધરપકડ

કેટલાક દિવસોથી ઓસ્ટ્રેલિયામાં સ્ટ્રોબેરીમાંથી નિકળતી સોયને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ડરના હિસાબે લોકોએ સ્ટ્રોબેરી લેવાનું બંધ કરી દીધુ હતુ. જો કે આ બાબતે હવે મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ મામલે એક 50 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલાને સોમવારે બ્રિસ્બેનની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જો કે આ બાબતે વધુ ખુલાસો થયો નથી.

(9:00 pm IST)