Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

આ શખ્સે લખી પોતાના મૃત્યુની કહાની

નવી દિલ્હી:શું કોઈ વૈજ્ઞાનિક પોતાના સંશોધન માટે ખુદનો જીવ આપી શકે? ઇતિહાસમાં આવાં એક નહીં, અનેક ઉદાહરણ છે. આમાંથી એક કહાણી છે કાર્લ પૈટરસન શિમિટની. વર્ષ 1957, સપ્ટેમ્બરનો મહીનો. અમેરિકાના શિકાગો વિસ્તારના લિંકન પાર્ક પ્રાણીસંગ્રાહલયમાં કામ કરનારા એક શખ્સને એક અજીબોગરીબ સાપ હાથ લાગ્યો. 76 સેન્ટિમીટર લાંબા આ સાપની પ્રજાતી જાણવા માટે તેઓ સાપને શિકાગોના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ લઈ ગયા. ત્યાં તેમની મુલાકાત પ્રખ્યાત વૈજ્ઞાનિક કાર્લ પૈટરસન શિમિટ સાથે થઈ. પબ્લિક રેડિયો ઇન્ટરનેશનલ સાથે કામ કરતા એલિઝાબેથ શૉકમેન કહે છે કે શિમિટને સરીસૃપ વિજ્ઞાનના એક મોટા જાણકાર માનવામાં આવતા હતા. શિમિટે જોયું કે આ સાપના શરીર પર બહુરંગી આકૃતિઓ છે. તેઓ સાપની પ્રજાતિની જાણકારી મેળવવા માટે તૈયાર થઈ ગયા. જે બાદ 25 સપ્ટેમ્બરના રોજ તેમણે પોતાના સંશોધનમાં જાણવા મળ્યું કે આફ્રિકાના દેશોમાં મળનારો આ એક સાપ હતો.

(5:39 pm IST)