Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

પાકિસ્તાનમાં 12 ભારતીય માછીમારોની ધરપકડ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં સોમવારના રોજ સિંધ પ્રાંત નજીક સમુદ્રમાંથી 12 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતીય માછીમારો કહેવાતી રીતે તેની સમુદ્રની સીમામાં ઘુસી આવ્યા છે એક પાકિસ્તાની સુરક્ષા અધિકારીએ આપેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે આ માછીમારોની બે નાવડી પણ જપ્ત કરવામાં આવી છે ભારતીય માછીમારોને કરાંચીમાં ડોક્સ પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવ્યા છે અને તેની વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપ લગાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(5:35 pm IST)