Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

૧૨ વર્ષનો છોકરો ઇન્‍સ્‍ટાગ્રામ પર છોકરી બનીને ફેમસ થયો અને પેરન્‍ટ્‍સ માટે ઘર ખરીધું

આ સમાચાર સાથેની તસ્‍વીરમાં જે છોકરી દેખાય છે એ હકીકતમાં છોકરો છે. થાઇલેન્‍ડના ફાન્‍ગ-ગા પ્રાતંમાં રહેતો નેસ નામનો ૧૨ વર્ષનો છોકરો ઇન્‍સ્‍ટાગ્રામ પર ૨,૮૦,૦૦૦ થી વધુ ફોલોઅર્સ સાથે જબરદસ્‍ત લોકપ્રિય બની ગયો છે. નેસ નાનો હતો ત્‍યારથી તેને પોતાની મમ્‍મીની મેકઅપ કિટ લઇને પોતાના ચહેરા પર થપેડા કરવાની આદત હતી. તેના પેરન્‍ટ્‍સ પણ દીકરાને આવુ કરતાં રોકવાને બદલે તેને જે કરવું હોય એ કરવા દેતા. ધીમે-ધીમે કરતાં નેસે ઇન્‍સ્‍ટાગ્રામ પર અકાઉન્‍ટ બનાવ્‍યું અને મેકઅપ કેવી રીતે કરવો એનાં ટયુટોરિયલ્‍સ આપવાં શરૂ કર્યાં. તે છોકરીની જેમ તૈયાર થઇને એ તસ્‍વીરો પણ પોસ્‍ટ કરતો. તેની આ આવડત લોકોમાં એટલી લોકપ્રિય થઇ કે ઇન્‍સ્‍ટાગ્રામ થકી તેને સારી એવી કમાણી પણ થવા લાગી. તાજેતરમાં તેણે આ કમાણીમાંથી પોતાના પેરન્‍ટ્‍સ માટે એક ઘર ખરીધું.

ઇન ફેકટ્‍, નેસ એકમાત્ર છોકરો નથી જે ઓનલાઇન મેકઅપ ટયોટોરિયલ્‍સ આપનો હોય. એશિયામાં ઘણા છોકરાઓ આવું કરે છે, પરંતુ નેસની ખાસિયત એ છે કે તે પોતાની જાતને જ છોકરી જેવો લુક આપે છે. એકદમ લેવિશ ડ્રેસ, કલરફુલ વિગ્‍સ, નકલી પાંપણો અને મેકઅપની કરામતથી તે ભલભલા પ્રોફેશ્નલ આર્ટિસ્‍ટને પણ પાછા પાડે એવું ટ્રાન્‍સફોર્મેશન કરી બતાવે છે. હવે તો તેને થાઇલેન્‍ડ અને ચીનમાં ખાસ પ્રમોશનલ ઇવેન્‍ટ્‍સ માટે આમંત્રિત કરવામાં આવે છે.

 

(3:38 pm IST)