Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

સેલ્‍ફ-કન્‍ટ્રોલ સારો હોય તો જ વેઇટલોસમાં સફળતા મળે છે

વજન ઘટાડવું હોય તો ખોટી લાઇફ-સ્‍ટાઇલ ત્‍યજીને સાચી આદતો કેળવવાનો સેલ્‍ફ-કન્‍ટ્રોલ હોવો જોઇએ એવું આપણે માનીએ છીએ. આ વાત માત્ર સાઇકોલોજિકલ અસરની નથી. અમેરિકાના વૈજ્ઞાનિકોએ ૨૪ પાર્ટિસિપન્‍ટ્‍સના મગજનો સ્‍ટડી કરીને તારવ્‍યું હતું કે જે લોકોના મગજનાં લેટરલ પ્રીફ્રન્‍ટલ કોર્ટેકસ નામના ભાગમાં વધુ એકિટવિટી હોય છે તેઓ વેઇટલોસના ધ્‍યેયને વધુ સારી રીતે અચીવ કરી શકે છે. આ ભાગ સેલ્‍ફ-કન્‍ટ્રોલ અને સ્‍વનિયમનનું કામ કરે છે. કેનેડાની મોન્‍ટ્રિયલ ન્‍યુરોલોજિકલ ઇન્‍સ્‍ટિટયૂટ એન્‍ડ હોસ્‍પિટલના નિષ્‍ણાંતોએ નોધ્‍યું છે કે માણસોમાં શરીરનું વજન કન્‍ટ્રોલ કરવાનું કામ મગજમાં સેલ્‍ફ-કન્‍ટ્રોલ સાથે સંકળાયેલા ભાગ દ્વારા થાય છે. આ મગજના ભાગમાં લાંબા ગાળાની માહિતી વાપરીને હેલ્‍ધી રહેવાની ઇચ્‍છા અને સામે આવતાં પ્રલોભનો વચ્‍ચે સંતુલન જાળવવાની ચાવી રહેલી છે. મગજમાં વેઇટલોસને લઇને જે માહિતી સેટ થઇ હોય છે એના આધારે લેપ્‍ટિન અને ધ્રેલિન નામનાં હોર્મોન્‍સનોસ્ત્રાવ થતો હોય છે. આ હોર્મોન્‍સમાં ઉતાર-ચડાવ આવતાં વજનમાં પણ ડાયરેકટ અસર વર્તાય છે. અભ્‍યાસકર્તાઓનું કહેવું છે ક અમુક લોકો બહુ કુદરતી રીતે આ બે હોર્મોન્‍સનું નિયમન કરી શકે છે અને અમુક લોકો નહીં એની પાછળ મગજની સેલ્‍ફ-કન્‍ટ્રોલ મેકેનિજમ કામ કરે છે.

 

(3:36 pm IST)