Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

વિષાદ ગ્રસ્ત રહેવાનું હ્રદય માટેકેમ ખરાબ છે?

નવી દિલ્હી તા ૧૨ : જીવનમાં કોઇ પણ પ્રકારનો શોક,દુખ કે વિષાદ થાયએવી ઘટનાઓ ઘટવાથી હ્રદય નબળુ પડેછે. આવું  કેમ થાય છે ? અમેરિકાના શિકાંગોમાં આવેલી નોર્થવેર્સ્ટ યુનિવર્સિટી ફેઇન્બર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના નિષ્ણાંતોનું કહેવું છે કે જયારે વ્યકિત વિષાદગ્રસ્ત હોય છે ત્યારે સોથી પહેલા અસર ઊંઘ પર પડે છે. અપૂરતી ઉંઘને કારણે લોહીમાં ઇન્ફલમેશન પેદા કરે એવા કેમિકલ્સનું પ્રમાણ વધ જાય છે જે રકતવાહિનીઓ પર અસર કરેછે. સાઇકોસોમેટિક મેડિસિન નામની જર્નલમાં આ અભ્યાસ છપાયો છે. અભ્યાસમાં પતિ કે પત્ની ગુમાવીચુકેલા અન ેશોકમાં ડુબેલા લોકોની  દૈનિકજીવનશૈલી અને લોહીની તપાસ કરવામાં આવી હતી. જીવનસાથી ગુમાવવાને કારણે જે પાર્ટનર્સ  તાણ, શોક,દુખ અને ગમગીનીમાં લાંબો સમય રહે છે તેમના હ્રદયનું સ્વાસ્થય ખોરવાય છે. ગમગીનીને કારણે હ્રદયમાં લોહી લાવવા-લઇ જવાનું કામ કરતી રકતવાહીનીઓમાં  સોજો, કડકપણું આવવાની  સંભાવના વધે છે.

(2:30 pm IST)