Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ઈરાનમાં થયેલ તેલ ટેન્કર પર હુમલાની ઈરાને કરી નિંદા: આપશે યોગ્ય જવાબ

નવી દિલ્હી:ઈરાન સરકારના પ્રવક્તાએ શનિવારના રોજ તેલ ટેન્કર હુલાની નિંદા કરી છે અને જણાવ્યું છે કે તથ્યોને સાંભળ્યા પછી ઈરાન પણ પોતાની પ્રતિક્રિયા આપશે.તેમને જણાવ્યું છે કે તેલ ટેન્કર પર મિસાઇલથી નિશાન બનાવવું નિંદનીય છે.

            ઈરાન કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા નથી ઇચ્છતું અને સાવધાની પૂર્વક એ જાણવા ઈચ્છે છે કે આ ઘટના ક્યાં કારણોસર બની છે અને તેને સંબંધિત તથ્યો વિષે પણ જાણવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે. આ હુમલાને અંજામ આપનારને  યોગ્ય જવાબ આપવમાં આવશે તેવું ઈરાનનું કહેવું છે.

(6:32 pm IST)