Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

મેક્સિકોમાં ચાલતી ટ્રેન સાથે બસ અથડાતા ગમખ્વાર અકસ્માત: 9 લોકોના દર્દનાક મોતથી અરેરાટી

નવી દિલ્હી: મેક્સિકોમાં એક બસ ઝડપી રફ્તારથી ચાલતી ટ્રેન સાથે અથડાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ કારણોસર 9 લોકોના દર્દનાક મૃત્યુ થતા અરેરાટી મચી જવા પામી છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ક્યૂરેટરો પ્રાંતમાં એ સમયે બની હતી જયારે એક બસ રેલની લઈને પાર કરવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે જ અચાનક ઝડપી ગતિથી જતી ટ્રેની હડફેટે આવી જતા 9 લોકોને જીવ ગુમાવવાની નોબત આવી છે તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:31 pm IST)