Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ગાડી ચલાવતા ચલાવતા પાણી પીધું, મળ્યો રૂ. ૧૨,૦૦૦નો મેમો

લંડન, તા.૧૨: આપણા દેશમાં ટ્રાફિકના નિયમોના ભંગ માટે દંડની રકમ વધારાઈ છે ત્યારથી વાહનચાલકોમાં રોષ પણ છે અને ફફડાટ પણ. પરંતુ કવીન્સલેન્ડમાં એક કાર ચાલક સાથે જે થયું તે જોતા તમને આપણા દેશના ટ્રાફિકના નિયમો દ્યણા હળવા લાગશે. બ્રોક હેરિસ નામના એક વ્યકિતનો દાવો છે કે તેને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ રૂ. ૧૨,૨૯૪ એટલે કે ઼૧૭૩નો મેમો આવ્યો હતો. તેણે ટ્રાફિકના એવા નિયમો તોડ્યા કે આટલો બધો દંડ થઈ ગયો? બસ કાર ચલાવતા ચલાવતા એક દ્યૂંટ પાણી પીધું. આ ઘટના ત્યારે બની જયારે બ્રોક બ્યુડેઝર્ટથી પોતાના ઘરે આવી રહ્યો હતો. તે બ્રિસબેનથી ૭૦ કિ.મી દૂર છે.

તેણે દાવો કર્યો કે તેણે ૬૦૦ ૃશ્રનો પ્લાસ્ટિક બોટલમાંથી પાણીનો એક ઘૂંટ પીધો અને તે તેની સ્ટ્રીટ પર ટર્ન લઈ રહ્યો હતો. એ સમયે એક પોલીસ ઓફિસરે તેને અટકાવ્યો. તેને કહેવામાં આવ્યું કે ડ્રાઈવ કરતા કરતા કશું પણ પીવું ગેરકાયદેસર છે.

રિપોર્ટ્સ અનુસાર તેને રસ્તા પર વાહન ચલાવતી વખતે પૂરતુ ધ્યાન ન આપવા બદલ અને પૂરતી સંભાળ ન રાખવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે કહ્યું, 'જો આ કાયદા વિરુદ્ઘ હોય તો હું ચોક્કસ દંડ ભરીશ. પણ રોજની ૩૯ઘ્ નો પગાર ધરાવતી વ્યકિતને પાણી પીવા બદલ આટલો દંડ કરવો યોગ્ય નથી.'

પોલીસે કહ્યું કે આ અંગે તે કશું જ નહિ કરી શકે. જો કે બ્રોક હેરિસે આ અન્યાય સામે લડવાનું મન બનાવી લીધું છે.

(10:19 am IST)